Published in the Sunday Mumbai Samachar on 10 March, 2024
એક બાબત સ્પષ્ટ છે. આપણા બધાને યુરોપ બહુ વહાલું છે. યુરોપની અજોડતા પ્રાચીન માનવ સંસ્કૃતિઓ, તેનો ઈતિહાસ આલેખતું મહાકાવ્ય અને સમકાલીન નૈસર્ગિક સૌંદર્યનું અફલાતૂન સંમિશ્રણ છે. આ ખંડ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ અને ઈતિહાસ સાથે સમૃદ્ધ છે, જે દરેક પ્રકારના પ્રવાસીઓને ઘણું બધું પ્રદાન કરે છે. આથી આજે હું યુરોપમાં સૌથી પ્રાચીન દેશની ખોજ કરવા પર ભાર આપવાનો છું. આ પ્રશ્ર્ન આસાન છે છતાં આપણે સમયની પાછળ જઈને દેશોના આરંભ જ નહીં પરંતુ માનવતાની સાતત્યતા અને સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિનો પણ વિચાર કરીશું. આ પ્રવાસમાં આપણે સૌથી પ્રાચીન તરીકે દાવો કરનારાં રાષ્ટ્રોની વાર્તા જાણીશું, જે દરેક ભૂતકાળમાં અજોડ ડોકિયું કરાવે છે અને આધુનિક પ્રવાસીઓ માટે ઉત્તમ અનુભવ બની રહેશે. સાન મરીનોની વિરાટ ઊંચાઈથી લઈને ગ્રીસના પ્રાચીન અવશેષો સુધી અને પોર્ટુગલના સમુદ્રિ વારસા થકી ચાલો, સમય, ઈતિહાસ અને સૌંદર્યની દુનિયાની સેર કરીએ.
યુરોપમાં સૌથી પ્રાચીન દેશ નક્કી કરવાનું કામ બહુ જ મુશ્કેલ છે, કારણ કે "દેશની સંકલ્પના સમયાંતરે ઉત્ક્રાંતિ પામી છે અને ખંડનો ઈતિહાસ, સામ્રાજ્યો, શાસન અને રાજ્યો ઊભરી આવ્યાં છે અને પતન પણ થયું છે. પડકાર દેશની વ્યાખ્યા કરવા માટે ઉપયોગ કરાતા વિવિધ માપદંડમાં નથી, પરંતુ એકધારી વસાહતો અને સાંસ્કૃતિક સાતત્યતાને ધ્યાનમાં લેવામાં છે. અમુક લોકો સૌથી પ્રાચીન સ્થાપિત દેશ માટે દલીલો કરી શકે છે, જ્યારે અન્યો માળખાબદ્ધ સમાજનાં અથવા સૌથી લાંબી એકધારી સાંસ્કૃતિક પરંપરાઓનાં વહેલાં ચિહનો જોઈ શકે છે. આ હરીફાઈમાં સાન મરીનો ઈ.સ. 301 પછી દસ્તાવેજિત સ્વાતંત્ર્ય સાથે સૌથી પ્રાચીન બંધારણીય પ્રજાસત્તાકનું બિરૂદ ધરાવે છે. ગ્રીસ તેની પ્રાચીન માનવસંસ્કૃતિ સાથે સદીઓ પૂર્વે મૂળ ધરાવે છે, જે પશ્ર્ચિમી સંસ્કૃતિના ઉદયમાં ઝાંખી કરાવે છે. બીજી બાજુ પોર્ટુગલનો કિસ્સો 12મી સદીમાં રાષ્ટ્ર- રાજ્ય તરીકે તેની ઉત્તમ દસ્તાવેજિત સ્થાપના સાથે સહેજ અલગ છે, જે તેને યુરોપમાં સૌથી પ્રાચીન એકધારી વ્યાખ્યા કરેલી સીમામાંથી એક બનાવે છે. તો તખ્તો ગોઠવાઈ ગયો હોવાથી ચાલો આ દરેક નોંધપાત્ર દેશનો ઈતિહાસ અને ખૂબીઓમાં ઊંડાણથી ડોકિયું કરીએ.
સાન મરીનો: પ્રાચીન પ્રજાસત્તાક
એપેનાઈન પહાડીઓની ટોચ પર વસેલું સાન મરીનો દુનિયામાં સૌથી પ્રાચીન પ્રજાસત્તાક હોવાનો દાવો કરે છે. પરંપરા અનુસાર તેની સ્થાપના સેન્ટ મેરિનસ અને સતામણીથી શરણું ચાહનારા ખ્રિસ્તીઓના સમૂહ દ્વારા સ્થાપવામાં આવી હતી. આ નાનું, જમીનબંધ રાષ્ટ્ર ઈટાલીથી ઘેરાયેલું છે, જેસદીઓથી તેનું સ્વતંત્ર અને અજોડ શાસન માળખું જાળવી રાખીને તેની સ્થિતિસ્થાપક અને વ્યૂહાત્મક મુત્સદ્દીગીરીનો દાખલો છે. પ્રવાસીઓ માટે સાન મરીનો ઐતિહાસિક ઉત્સુકતાથી પણ ઘણું બધું આપે છે. સાન મરીનોમાં મોન્ટે ટિટાનોના શિખર પર વસેલા ત્રણ ટાવર દેશનું પ્રતિક હોવા સાથેઆસપાસમાં ઈટાલિયન દેશની બાજુનો મંત્રમુગ્ધ કરનારો નજારો પણ આપે છે. આ મધ્યયુગીન જૂનું શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, જે સાંકડી ગલીઓ, ઐતિહાસિક ઈમારતો અને અનોખી દુકાનોથી શોભે છે. મુઝિયો દી સ્ટાટો (રાજ્યનું સંગ્રહાલય) અને બેસિલિકા દી સાન મરીનો અવશ્ય મુલાકાત લેવા જેવાં સીમાચિહનો છે, જે પ્રજાસત્તાકનો સમૃદ્ધ વારસો અને ધાર્મિક ઈતિહાસમાં ડોકિયું કરાવે છે.
ગ્રીસ: પશ્ર્ચિમી સંસ્કૃતિનું ઘોડિયું
ગ્રીસનું પશ્ર્ચિમી માનવી સંસ્કૃતિમાં યોગદાન અવગણી નહીં શકાય. લોકશાહી, પશ્ર્ચિમી ફિલોસોફી અને ઓલિમ્પિક ગેમ્સ અને ઘણા બધાના જન્મસ્થળ તરીકે ગ્રીસની પ્રાચીન માનવસંસ્કૃતિએ ઘણી બધી પશ્ર્ચિમી સંસ્કૃતિ માટે પાયો રચ્યો છે. દેશનું નૈસર્ગિક સૌંદર્ય એથન્સના એક્રોપોલિસથી ડેલ્ફીની આર્કેંયોલોજિકલ સાઈટ સુધી તેના સંગ્રહિત ભૂતકાળના અવશેષોથી ભરચક છે. ગ્રીસમાં જતા પ્રવાસીઓ પાર્થેનોનની અજાયબીઓ, પ્લાટો અને એરિસ્ટોકલના પગલે ચાલી શકે છે અથવા સ્પાર્ટા અને ક્રેટના અવશેષો જોઈ શકે છે. તેના પ્રાચીન અવશેષોની પાર ગ્રીસ સ્વર્ણિમ સમકાલીન સંસ્કૃતિ, અદભુત ટાપુઓ અને સ્વાદિષ્ટ મેડિટરેનિયન વાનગીઓ પ્રદાન કરે છે. તેનું ખાદ્ય, સંગીત હોય કે પારંપરિક નૃત્ય હોય, ગ્રીકની સંસ્કૃતિનો અનુભવ તેની પ્રાચીન માનવસંસ્કૃતિઓના રોમાંચક વારસાની ઊંડી સમજ આપે છે.
પોર્ટુગલ: ખોજ અને શોધના યુગનો વારસો
પોર્ટુગલ 12મી સદીથી રાષ્ટ્રત્વના ઉત્તમ દસ્તાવેજિત ઈતિહાસ સાથે યુરોપના સૌથી પ્રાચીન દેશમાંથી એક છે. ટ્રીટી ઓફ ઝમોરા (1143) સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોર્ટુગલનો જન્મ તરીકે માનવામાં આવે છે. પોર્ટગલનો 15મી અને 16મી સદીઓમાં ખોજનો યુગ વાસ્કો દ ગામા અને ફર્દિનેન્ડ મેગેલન જેવા શોધકો સાથે વૈશ્ર્વિકીકરણના આરંભનો સં કેત આપે છે, જેમણે સાહસિક પ્રવાસ ખેડીને આફ્રિકા, એશિયા અને અમેરિકાના દરિયાકાંઠાની ખોજ કરી હતી. પ્રવાસીઓ માટે પોર્ટુગલ લિસ્બન અને પોર્ટોની ઐતિહાસિક ગલીઓથી લઈને દાઉરો વેલીના વાઈનયાર્ડસ અને અલ્ગાર્વેના સૂર્યોનાં કિરણોના સ્પર્શથી શોભી ઊઠતા બીચ સુધી સમૃદ્ધ અનુભવોનું સંમિશ્રણ પ્રદાન કરે છે. ઐતિહાસિક સાઈટ્સમાં બેલેમ ટાવર અને જેરોનિમોસ મોનેસ્ટરી પોર્ટુગલના સમુદ્રિ વારસામાં ડોકિયું કરાવે છે, જ્યારે દેશની પરંપરા, મહોત્સવો અને વાનગીઓ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે.
આઈસલેન્ડ: વાઈકિંગ્સ અને જ્વાળામુખીઓની ગાથા
આઈસલેન્ડ રાજ્યત્વની દ્રષ્ટિએ બહુ પ્રાચીન નથી છતાં તેની સંસદીય પ્રણાલીની સ્થાપનાની દ્રષ્ટિએ યુરોપમાં તેને મોટે ભાગે પ્રાચીન દેશમાંથી એક માનવામાં આવે છે. આઈસલેન્ડ નોર્વે શાસન અને પછી ડેન્માર્કનો હિસ્સો હોવા સાથે તેણે તેની અજોડ સંસદીય પરંપરાને જાળવી રાખી છે.આઈસલેન્ડમાં વાઈકિંગ વારસો અને નાટકીય નૈસર્ગિક સૌંદર્યનું અદભુત સંમિશ્રણ છે, જે સાહસ અને ઈતિહાસ માટે રુચિ સાથેના શોખીનોની ઈચ્છા પૂરી કરે છે. 9મી સદીના અંતમાં નોર્સ વાઈકિંગ્સ દ્વારા સ્થાપિત આઈસલેન્ડની ગાથા શોધ, સ્થિતિસ્થાપકતા સાથે માનવી અને નૈસર્ગિક ઈતિહાસના આંતરગૂંથણની છે. આજે આઈલેન્ડના મુલાકાતીઓ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ થિંગવેલિર નેશનલ પાર્ક જોઈ શકે છે, જ્યાં દુનિયામાં સૌથી પ્રાચીન હયાતમાંથી એક અલથિંગની સ્થાપના ઈ.સ. 930 પછી થઈ હતી. તેના સમૃદ્ધ વાઈકિંગના ઈતિહાસની પાર આઈસલેન્ડના ગિઝર્સ, પાણીના ધોધ, જ્વાલામુખીઓ અને ગરમ પાણીના કુંડ નૈસર્ગિક દુનિયાની શક્તિ અને સૌંદર્યનો અનુભવ કરવા માગનારા માટે તેને અજોડ સ્થળ બનાવે છે.તેના વહેલા વસાહતીઓની વાર્તા કહેતી ઐતિહાસિક સાઈટ્સથી લઈને બરફ અને અગ્નિથી આકારબદ્ધ મંત્રમુગ્ધ કરનાર નૈસર્ગિક સૌંદર્ય સુધીઆઈસલેન્ડ તેના લોકોનો મજબૂત જોશ અને નિસર્ગના વિસ્મયકારી બળોનો દાખલો છે.
સાન મરીનો, ગ્રીસ, પોર્ટુગલ અને આઈસલેન્ડ યુરોપના સૌથી પ્રાચીન દેશની ઓળખ કરાવતી રોચક વાર્તા કહે છે ત્યારે અન્ય રાષ્ટ્રો પણ પ્રાચીન વારસા સાથે અચૂક ખોજ કરવા જેવાં છે. રોમન સામ્રાજ્યના વારસા સાથે ઈટાલી, ગાઉલ્સનું ઘર અને પછી કેરોલિંજિયન સામ્રાજ્યની બેઠકફ્રાન્સ અને ઈ.સ. 681 પછી સ્થાપિત યુરોપનાં સૌથી પ્રાચીન રાજયમાંથી એક બલ્ગેરિયા સુધી દરેક તેમનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક ખજાનોપ્રસ્તુત કરે છે. રોમન કોલોશિયમથી બોર્ડેંક્સના વાઈનયાર્ડસ અને બલ્ગેરિયાના થ્રેશિયન ટોમ્બ્સ સુધી, આ દેશો યુરોપના પ્રાચીનભૂતકાળનું ભીંતચિત્ર પ્રદાન કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે "દેશ અને તેની સીમાઓની સંકલ્પના સમયાંતરે સતત ઉત્ક્રાંતિ પામે છે અને "સૌથી પ્રાચીન દેશની વ્યાખ્યા રાજ્યની સ્થાપના ધ્યાનમાં લેવાય કે શાસનનું એકધાર્યું રૂપ કે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સાતત્યતાને આધારે ભિન્ન હોઈ શકે છે. યુરોપમાં સૌથી પ્રાચીન દેશ કયો છે તે અંગે અલગ અલગ માપદંડો જુદાં જુદાં તારણો પ્રેરિત કરી શકે છે. યુરોપના સૌથી પ્રાચીન દેશો, પ્રત્યેક તેની અજોડ વાર્તા અને વારસા સાથે ખંડના ઘેરા ઐતિહાસિક મૂળમાં પોતાને ગળાડૂબ કરવા માગનારા પ્રવાસીઓ માટે સમૃદ્ધ ફલક પ્રદાન કરે છે. સાન મરીનોના પ્રાચીન પ્રજાસત્તાક થકી, ગ્રીસનો સાંસ્કૃતિક વારસો કે પોર્ટુગલની સમુદ્રિ ખોજ હોય, આ રાષ્ટ્રો માનવી સંસ્કૃતિની રચનાનાં પાસાંમાં ડોકિયું કરાવે છે. આ ધરતી પરથી આપણે પસાર થઈએ ત્યારે યુરોપની પ્રાચીન સંસ્કૃતિઓનો રોચક વારસો આપણને યાદ અપાવે છે, જે આપણને પશ્ર્ચિમી સંસ્કૃતિના ઘોડિયાની ખોજ કરવા, શીખવા અને તેનાથી પ્રેરિત થવા માટે આમંત્રિત કરે છે. અને તેનો એક જ અર્થ થાય છે, યુરોપ માટે આપણી બકેટ લિસ્ટ હંમેશાં વધતી રહેવાની છે. એક ટ્રિપ ક્યારેય પૂરતી નહીં રહે. શું તમે આ બધા પ્રાચીન દેશોમાં જઈ આવ્યા છો? મને તમારા અનુભવ વિશે સાંભળવાનું ગમશે.તો મને neil@veenaworld.com પર લખીને જણાવો. ત્યાં સુધી જીવનની ઉજવણી કરતા રહો!
Post your Comment
Please let us know your thoughts on this story by leaving a comment.